Get The App

કોર્ટ કમ્પાઉન્ડમાં જ મહિલા વકીલ સાથે રકઝક કરી અપશબ્દો બોલતા કાર્યવાહી

Updated: Nov 9th, 2025

GS TEAM

Google News
Google News
કોર્ટ કમ્પાઉન્ડમાં જ મહિલા વકીલ સાથે રકઝક કરી અપશબ્દો બોલતા કાર્યવાહી 1 - image

- ધ્રાંગધ્રા પાલિકાના ભાજપના મહિલા સદસ્ય સામે પોલીસ ફરિયાદ

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર ૦૮ના વિવાદિત ભાજપના મહિલા સદસ્ય વિરુધ મહિલા વકીલ સાથે કોર્ટ ગ્રાઉન્ડમાં જ રકઝક અને અપશબ્દો બોલવા અંગે ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

ધ્રાંગધ્રા કોર્ટમાં વકિલાત કરતા રાધાબેન લકુમ કોર્ટમાં હાજર હતા તે દરમિયાન ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર ૦૮ના ભાજપના મહિલા સદસ્ય વૈશાલીબેન મકવાણાએ મહિલા વકીલ પાસે જઈ કોર્ટમાં ચાલી રહેલા તેમના બહેનની કોર્ટ મેટરમાં કેમ રસ લે છે ? તેમ જણાવી મહિલા વકીલ સાથે બોલાચાલી અને રકઝક કરી હતી તેમજ અપશબ્દો બોલી મહિલા વકીલને ધક્કો માર્યો હતો. જે અંગે ભોગ બનનાર મહિલા વકીલે ધ્રાંગધ્રા નગરપાલિકા વોર્ડ નંબર ૦૮ના મહિલા સદસ્ય વૈશાલીબેન મકવાણા વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે ખુદ નગરપાલિકાના મહિલા સદસ્ય દ્વારા જ બોલાચાલી કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.