Get The App

ગોત્રીમાં દારૂનો ધંધો કરતા પતિ-પત્ની અને પુત્ર સામે કાર્યવાહી, એક લાખનો દારૂ કબજે, પતિ પકડાયો

Updated: Dec 15th, 2025

GS TEAM

Google News
Google News
ગોત્રીમાં દારૂનો ધંધો કરતા પતિ-પત્ની અને પુત્ર સામે કાર્યવાહી, એક લાખનો દારૂ કબજે, પતિ પકડાયો 1 - image

વડોદરાના ગોત્રી વિસ્તારમાં પતિ પત્ની અને પુત્ર દારૂનો ધંધો કરતા હોવાની માહિતી મળતા પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે એક લાખની કિંમતનો દારૂ કબજે કરી ફરાર થઈ ગયેલા પતિને ઝડપી પાડ્યો છે.

વુડાના દિન દયાળ નગરમાં રહેતો ગુરુ પ્રસાદ ઉર્ફે મુન્નો હરિપ્રસાદ કનોજીયા તેની પત્ની અને એક પુત્ર દારૂનો ધંધો કરતા હોવાની માહિતી મળતા લક્ષ્મીપુરા પોલીસ દ્વારા ગઈતા 24 મી એ દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસે એક મકાનમાંથી જુદી જુદી બ્રાન્ડની દારૂની એક લાખ ઉપરાંતની કિંમતની બોટલ નો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ બનાવ બાદ ફરાર થઈ ગયેલા આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે 20 દિવસ બાદ ગુરુપ્રસાદને ઝડપી પાડી દારૂના નેટવર્ક વિશે પૂછપરછ હાથ ધરી છે.