ભાવનગરમાં ગંદકી ફેલાવવાના પ્રશ્ને 6 માસમાં 2653 આસામી સામે કાર્યવાહી
- શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કામગીરી
- ડસ્ટબીન નહીં રાખતા તેમજ ગંદકી ફેલાવતા આસામીઓ પાસેથી મહાપાલિકાએ રૂા. 4.95 લાખનો દંડ વસુલ્યો
મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાય તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે અને ગંદકી ફેલાવતા આસામીઓને દંડ ફટકારવામાં આવતા હોય છે. મહાપાલિકાની ટીમે છેલ્લા ૬ માસમાં શહેરના ઘોઘાસર્કલ, નિર્મળનગર, ચિત્રા, એમ.જી.રોડ, વોરાબજાર, પીરછલ્લા, કુંભારવાડા, સુભાષનગર, કાળિયાબીડ, સંસ્કાર મંડળ, કાળાનાળા સહિતના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી અને ડસ્ટબીન નહીં રાખતા, જાહેરમાં ગંદકી ફેલાવતા, રજકાનું વેચાણકર્તા, જાહેરમાં કચરો સળગાવતા, જાહેરમાં થૂંકવું વગેરે પ્રશ્ને કુલ ર,૬પ૩ આસામી સામે કાર્યવાહી કરી હતી. ગંદકી ફેલાવતા આસામીઓ પાસેથી કુલ રૂા. ૪,૯પ,૦પ૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ગંદકી ફેલાવવાના પ્રશ્ને આસામીઓ પાસેથી રૂા. રપ૦ થી રૂા. ૧ હજાર સુધી દંડ લેવાય છે, રજકામાં જથ્થાના વજનના આધારે દંડ વસુલાય છે તેમ મહાપાલિકાના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે.
મહાપાલિકાની કાર્યવાહીના પગલે ગંદકી ફેલાવતા આસામીઓમાં ફફડાટ ફેલાયો છે ત્યારે મહાપાલિકાએ હજુ કડક કાર્યવાહી કરવી જરૂરી છે. મહાપાલિકાની કાર્યવાહીથી બચવા માટે લોકોએ જાગૃત થવુ જોઈએ અને ગંદકી થતી અટકાવવી જોઈએ.
ગંદકી ફેલાવતા આસામીઓ સામે કાર્યવાહી શરૂ રહેશે : અધિકારી
ભાવનગર મહાપાલિકા દ્વારા સ્વચ્છતા જાળવવા માટે લોકોને અનુરોધ કરવામાં આવે છે અને છતાં ઘણા આસામીઓ નિયમનું પાલન કરતા નથી તેથી દંડ વસુલવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આ કામગીરી દરરોજ કરવામાં આવે છે અને ઝુંબેશ ચલાવવામાં પણ આવે છે. નિયમનું પાલન નહીં કરતા આસામીઓ સામે કાર્યવાહી શરૂ રહેશે તેમ મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કાર્યપાલક ઈજનેર એફ.એમ.શાહે જણાવ્યુ હતું.
ગંદકીના મામલે કરાયેલ કાર્યવાહીની આંકડાકીય માહિતી
માસ |
આસામી |
દંડની
રકમ |
જાન્યુઆરી |
પ૩ર |
૯૭રપ૦ |
ફેબુ્રઆરી |
૩૬૩ |
૧૦૧૦પ૦ |
માર્ચ |
૩૭ર |
૯૮રપ૦ |
એપ્રિલ |
ર૭૯ |
૩પ૮પ૦ |
મે |
૬૧૧ |
૭પર૦૦ |
જૂન |
૪૯૬ |
૮૭૪પ૦ |
કુલ |
ર૬પ૩ |
૪૯પ૦પ૦ |