Get The App

વડોદરા શહેરમાં મુખ્ય રસ્તાઓ અને જાહેરમાં લટકાવી મટન મચ્છી વેચનારા સામે કાર્યવાહી કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષ ની સૂચના

Updated: Nov 11th, 2021

GS TEAM


Google News
Google News
વડોદરા શહેરમાં મુખ્ય રસ્તાઓ અને જાહેરમાં લટકાવી મટન મચ્છી વેચનારા સામે કાર્યવાહી કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષ ની સૂચના 1 - image


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના સ્થાયી સમિતિ અધ્યક્ષએ ગઈકાલે અધિકારીઓની બોલાવેલી બેઠકમાં મુખ્ય રસ્તા ઉપર અને ખુલ્લામાં વેચવામાં આવતા મટન અને મચ્છી કે આમલેટની લારી બંધ કરાવવા સૂચના આપવામાં આવી છે.

રાજકોટ ના મેયર એ મુખ્ય રસ્તા ઉપર મટન મચ્છી કે આમલેટની લારી ચાર રસ્તા પર ઊભી નહીં રાખવા અને દુકાનોમાં ખુલ્લા રાખી મટન કે પછી રચનારા સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી તેના પગલે ગઈકાલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શાહી સમિતિ અધ્યક્ષ દ્વારા પણ અધિકારીઓની એક બેઠક બોલાવી હોટલ મચ્છી અને આમલેટની લારી ચલાવતા અને ૧૦ દિવસની મુદત આપી તેઓને જાહેર માર્ગો ઉપર થી હટી જવા સુચના આપવામાં આવે ટીવી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

સ્થાયી સમિતિ અધ્યક્ષ એ અધિકારીઓને સૂચના આપતાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં મટન કી મચ્છીની દુકાન ધરાવનારા વેપારીઓ જે રીતે મટન જાહેરમાં લટકાવીને વેચાણ કરે છે તેને અટકાવવાના દેશી તેમજ તેઓ અન્ય રીતે વેચાણ કરે એવી વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું હતું.

સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા એવી પણ સૂચના આપવામાં આવી હતી કે વડોદરા શહેરમાં જે કાયમી ધોરણે વાહનો પાર્કિંગ થાય છે તેઓ પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલ કરવાનો રહેશે તદુપરાંત રસ્તા ખોદકામ કરીને જે ઓપ્ટિક ફાઈબર કેબલ નાખવામાં આવ્યા છે તેના ભાડાની કરોડો રૂપિયાની આવક ની વસુલાત કરવા માં બે વિભાગો વચ્ચે સંકલન રાખી તાત્કાલિક વસુલાત કરવામાં આવે એ જરૂરી છે.

Tags :