વીજ કંપની અને પોલીસની સાથે રહીને સાવલીમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી
Vadodara : એમજીવીસીએલના નાયબ ઇજનેર તેમજ તેમની ટીમને સાથે રાખી પોલીસે સાવલી ટાઉનમાં અસામાજિક તત્વો વિરૂદ્ધ તેમના ઘરે રેડ કરવામાં આવી હતી.
રેડ દરમ્યાન સાવલીમાં નોંધાયેલા ગુનાના બે આરોપી નૂરનેન ઉર્ફે નુરીયો ઇમ્તીયાજ શેખ (રહે-શેખવગો, ખાડીયાબજાર સાવલી) તથા મોહમંદ આશીફ ઇલ્યાસ મોહમંદ શેખ (રહે-પઠાણવગો, ખાડીયાબજાર, સાવલી) તેમજ અન્ય ગુનાના આરોપી સત્તારમિયા નસરૂમિયા શેખ, (રહે-ભૂમિપાર્ક સોસાયટી, સાવલી) અને સોનલ વિઠ્ઠલભાઈ માળી (રહે-માળી વગો, સાવલી) વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. તેમજ નૂરનેન ઉર્ફે નુરીયો ઇમ્તીયાજ શેખ વિરૂદ્ધ એમ.વી એક્ટ કલમ 207 હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે. સોનલબેન w/o વિઠ્ઠલભાઈ માળી નાઓની ઘરે 70 નંગ અલગ અલગ પ્રકારનાં બીયર, વોડકા તેમજ વ્હીસ્કી કુલ રૂ.7075નો મુદ્દામાલ મળી આવ્યો હતો. અસામાજિક તત્વો વિરુધ્ધ વધુ તપાસ તજવીજ હાથ ધરવા ચીફ ઓફીસર સાવલીને પત્ર લખવામાં આવ્યો હતો.