Get The App

મહેસાણાની 20 હોસ્પિટલમાં PMJAYમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ કાર્યવાહી

Updated: Nov 13th, 2024

GS TEAM


Google News
Google News
મહેસાણાની 20 હોસ્પિટલમાં PMJAYમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ કાર્યવાહી 1 - image


Khyati Hospital Controversy : અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી હતી, જેમાં બે લોકોના ભોગ પણ લેવાયા છે. આ હોસ્પિટલે PMJAY હેઠળ ગેરરીતિ આચરીને તેને કમાણીનું સાધન બનાવ્યું છે. ત્યારે હવે મહેસાણા જિલ્લાની એક સાથે 20 હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)માં ગેરરીતિઓનો પર્દાફાશ થયો છે. ખ્યાતિ હોસ્પિટલના બહુચર્ચિત કૌભાંડ પછી સ્થાનિક તંત્રે ધરેલી તપાસમાં આ કૌભાંડ બહાર આવ્યું છે. આ તમામ હોસ્પિટલોએ સરકારી યોજનાનો દુરુપયોગ કર્યાનો આરોપ છે, જેથી તેને દંડથી લઈને બ્લેકલિસ્ટ સુધીની કાર્યવાહી કરવામાં આવશે એવા પ્રાથમિક અહેવાલ છે. મહેસાણાના ડીડીઓ ડૉ. હસરત જાસ્મીન, જિલ્લા કલેક્ટર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની રિવ્યૂ બેઠક યોજાઈ છે.

મહેસાણાના ડીડીઓ ડૉ. હસરત જાસ્મીને આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, 'ગેરરીતિ કરનાર હોસ્પિટલોને નોટિસ પણ આપી છે અને તેની સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે. ઘણી હોસ્પિટલ છે તેની પાસેથી રિકવરી કરી રહ્યા છીએ. તો કેટલીક હોસ્પિટલ બ્લેકલિસ્ટ પણ થઈ શકે છે. હોસ્પિટલોને નિયમ મુજબ ચાલવાનું હોય છે. નિયમોનો ભંગ કરાતા હોસ્પિટલો વિરૂદ્ધ એક્શન લેવાયા છે.'

આ પણ વાંચો : ખ્યાતિ હોસ્પિટલ કેસમાં સરકાર બનશે ફરિયાદી, CM-આરોગ્ય પ્રધાનની બેઠકમાં નિર્ણય, લાયસન્સ થશે રદ


Tags :