Get The App

ચેક રીટર્ન કેસમાં નીચલી કોર્ટના હુકમ સામે આરોપીની રિવીઝન મંજુર

વિવાદી ચેકની 10 ટકા રકમ જમા કરાવવા, ફરિયાદીને વચગાળાના વળતરના હુકમમાં સેશન્સ કોર્ટે હસ્તક્ષેપ કરીને ફેરફાર કર્યો

Updated: Jul 27th, 2022

GS TEAM

Google News
Google News


ચેક રીટર્ન કેસમાં નીચલી કોર્ટના હુકમ સામે આરોપીની રિવીઝન મંજુર 1 - image

સુરત

વિવાદી ચેકની 10 ટકા રકમ જમા કરાવવા, ફરિયાદીને વચગાળાના વળતરના હુકમમાં સેશન્સ કોર્ટે હસ્તક્ષેપ કરીને ફેરફાર કર્યો

ચેક રીટર્ન કેસમાં નીચલી કોર્ટે આરોપીને તકરારી ચેકની 10 ટકા રકમ જમા કરાવવા તથા ફરિયાદીને વચગાળાના વળતર પેટે ચુકવવા કરેલા હુકમ સામે કરાયેલી રિવીઝન અરજીને આજે એડીશ્નલ સેશન્સ જજ પ્રણવ એસ.દવેએ મંજુર કરી નીચલી કોર્ટના હુકમમાં ફેરફાર કરતો હુકમ કર્યો છે.

રીંગરોડ સ્થિત બેલ્જીયમ સ્ક્વેર સ્થિત તુલસી ડીજીટલના ફરિયાદી સંચાલક મનીષ ઈદ્રવદન વોરાએ જાપાન માર્કેટ સ્થિત એંજલ મોડેલીંગના આરોપી  સંચાલક ટીના હેતલ ચૌહાણ વિરુધ્ધ ચેક રીટર્નનો કેસ કર્યો હતો. સુનાવણી દરમિયાન ફરિયાદીએ તા.17-12-19ના રોજ વિવાદી ચેકની રકમના 20 ટકા રકમ જમા કરાવા હુકમ કરવા અરજી કરી હતી. તે સામે બચાવપક્ષે વિગતવાર કેસની હકીકત રજૂ કરી હતી. તેમ છતાં ટ્રાયલ કોર્ટે તેને ધ્યાને લીધા વિના કાયદાનું ખોટું અર્થઘટન કરીને ફરિયાદીની અરજી સંદર્ભે આરોપીને તકરારી ચેકની 10 ટકા રકમ જમા કરાવવા તથા ફરિયાદીને વચગાળાનું વળતર ચુકવવા હુકમ કર્યો હતો. આ હુકમથી નારાજ થઇ આરોપી અરજદાર ટીના ચૌહાણે એડવોકેટ અલ્પેશ ઠક્કર મારફતે તેની કાયદેસરતાને પડકારતી રિવીઝન કરી નીચલી કોર્ટ ના વાદગ્રસ્ત હુકમને રદ કરવા માંગ કરી હતી. સુનાવણીમાં જણાવાયું કેટ્રાયલ કોર્ટે કાયદાની ભુલ ભરેલો હુકમ કરી અરજદારના બચાવના હક્કોને ગંભીર નુકસાન થાય તેમ અટકાવી દીધા છે. જેથી બંને પક્ષકારોની સુનાવણી બાદ નીચલી કોર્ટના રેકર્ડને ધ્યાને લઈ સેશન્સ કોર્ટે અરજદાર આરોપીની રિવીઝન અરજીને માન્ય રાખી નીચલી કોર્ટના હુકમમાં ફેરફાર કરવા નિર્દેશ આપ્યો છે. આ કાયદાની કલમ-143(એ)ની પેટા કલમ (4) મુજબ જો ચેકનો ડ્રોઅર નિર્દોષ ઠરે તો કોર્ટે ફરિયાદીને ડ્રોઅરને વચગાળાની રકમ રિઝર્વ બેંકના પ્રકાશિત  વ્યાજ દર સાથે ચુકવવાનો નિર્દેશ કરશે. ફરીયાદીને વચાઘાની રકમ સ્વીકારતા પહેલા ટ્રાયલ કોર્ટમાં દોઢી રકમના એક જામીન સહિતના બોન્ડ આપવા અંગે હુકમમાં સુધારો કર્યો છે.


Tags :