૪૭૭ કરોડના મેફેડ્રોન પ્રકરણમાં આરોપીની જામીન અરજી રદ
મિલકત વેંચી વેરો ભરવા માટે ૨૦ દિવસના જામીન માગ્યા હતા
વડોદરા : સિંઘરોટ ગામની સીમમાં મેફેડ્રોનનું ઉત્પાદન થતું હોવાની બાતમી મળતા એટીએસની ટીમે વર્ષ ૨૦૨૨માં રેડ પાડી ૪૭૭ કરોડથી વધુનો જથ્થો કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં ઝડપાયેલા અને હાલ જેલમાં રહેલા એક આરોપીએ પરિવારને આર્થિક મદદ કરવા તેમજ કોર્પોરેશનનો લાખોનો ટેક્સ બાકી હોઇ મિલકત વેંચી ટેક્સ ભરવા માટે ૨૦ દિવસના વચગાળાના જામીન માગતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.
કેસની વિગત એવી છે કે, એટીેસની ટીમે સિંઘરોડમાં રેડ પાડી જંગી
માત્રમાં મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો. આ બનાવમાં અત્યાર સુધીમાં ૧૩ આરોપીઓની
ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ધરપકડ બાદ જેલમાં રહેલા આરોપી રાજુ કૃપાગીરી રાજપૂતે
૨૦ દિવસના વચગાળાના જામીન માગતા માટે કોર્ટમાં અરજી કરી હતી અને રજૂઆત કરી હતી કે,
તેનો પરિવાર આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. કોર્પોરેશનનો
પાંચ લાખથી વધુનો વેરો બાકી છે એટલે જે મિલકત સયુક્ત માલિકીની છે તે મિલકત વેંચીને
તે ટેક્સ ભરવા માગે છે.
જામીન અરજીની સુનાવણીમાં મુખ્ય સરકાર વકીલ અનિલ દેસાઇએ દલીલ કરી હતી કે,
આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે. જો જામીન આપવામાં આવશે
તો કેસને નૂકશાન પહોંચાડશે અને જેલમાં હાજર નહી થાય. અરજદારના ભાઇઓ નજીકમાં જ રહે
છે તે મદદ કરી શકે તેમ છે. જામીન માટેના જે કારણો જણાવવામાં આવ્યાં છે તે સામાન્ય
છે. ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.