Gujarat

૩.૩૭ કરોડના ડ્રગ્ઝ પ્રકરણમાં આરોપીની જામીન અરજી નામંજૂર

By GS TEAM
11 Sep 20251 min read
૩.૩૭ કરોડના ડ્રગ્ઝ પ્રકરણમાં આરોપીની જામીન અરજી નામંજૂર

વડોદરા : વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્સી ગામની સીમમાં રેડ પાડી પોલીસે રૃા.૩.૩૭ કરોડના મેફેડ્રોનનો જથ્થો કબેજ કર્યો હતો. આ બનાવમાં સંડોવાયેલા એક આરોપીએ  ચાર્જશીટ બાદ જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, મોક્સી ગામની સીમમાં એક ખેતરમાં બનાવવામાં આવેલા શેડમાં સિન્થેટિક ડ્રગ્સનું ઉત્પાદન થાય છે તેવી બાતમીના આધારે જિલ્લા એસઓજીએ રેડ પાડતા ડ્રગ્સનું ઉત્પાદન કરતી મિની ફેક્ટરી ઝડપાઇ હતી. પોલીસે સ્થળ પર હાજર જગદીશ મહિડા અને પ્રેમચંદકુમાર હરિનારાયણ મહંતો (રહે.પંચવટી, ગોરવા, વડોદરા)ને ઝડપી પાડયા  હતાં.

તપાસ દરમિયાન રૃા.૩.૩૭ કરોડની કિંમતનો ૩ કિલો ૩૭૯ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં  ચિરાગ પટેલ, વિપુલસિંગ અને તેની સાથેના એક શખ્સની સંડોવણી સપાટી પર આવી હતી.આ બનાવમાં પોલીસ દરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી પ્રેમચંદકુમાર મહંતોએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી રદ કરી હતી.