Get The App

જામનગરમાં ડિફેન્સ કોલોનીમાં પરપ્રાંતિય મહિલાની હત્યા કરનાર આરોપી પાસે રી-કન્સ્ટ્રકશન કરાવાયા બાદ જેલમાં ધકેલાયો

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં ડિફેન્સ કોલોનીમાં પરપ્રાંતિય મહિલાની હત્યા કરનાર આરોપી પાસે રી-કન્સ્ટ્રકશન કરાવાયા બાદ જેલમાં ધકેલાયો 1 - image

Jamnagar Crime : જામનગરમાં રામનવમી જેવા પવિત્ર તહેવારના દિવસે ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી એક પરપ્રાંતિય મહિલાની હત્યા નિપજાવનાર આરોપીને પોલીસે બનાવના સ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું છે, જ્યારે તેને અદાલત સમક્ષ રજૂ કરતાં જેલમાં ધકેલી દેવાયો છે.

જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી અને મૂળ મથુરાની વતની રીન્કીદેવી બન્ટુસિંહ કઠેરીયા નામની 40 વર્ષની મહિલાની ગળે ટૂંપો દઈને હત્યા નીપજાવાઈ હતી. જે બનાવ અંગે મૃતકના પુત્ર રોહિત કઠેરિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, અને ફરિયાદીના મિત્ર એવા વિજય વિઠ્ઠલભાઈ ઓડિચની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. જેણે આ હત્યા કરી હોવાની કબુલાત પણ આપી હતી.

ત્યારબાદ પોલીસે તેને જ્યાં હત્યાનો બનાવ બન્યો હતો, તે સ્થળે લઈ જવામાં આવ્યો હતો, અને સમગ્ર બનાવનું રી કન્સ્ટ્રક્શન કરાવાયું હતું. તેણે જે લૂંગી વડે ગળે ટૂંપો દઈને હત્યા નિપજાવી હતી, તે લૂંગી તેમજ આરોપીનો મોબાઇલ ફોન વગેરે કબજે કરી લેવામાં આવ્યા છે. પોલીસે આરોપીને રિમાન્ડની માંગણી સાથે અદાલત સમક્ષ રજૂ કર્યો હતો, પરંતુ અદાલતે રીમાન્ડની માંગણીના મંજૂર કરી હોવાથી તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.