Get The App

જામનગરના જોડીયા પંથકમાંથી ત્રણ વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરી જનાર આરોપી રાજસ્થાનમાંથી પકડાયો

Updated: Jun 4th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરના જોડીયા પંથકમાંથી ત્રણ વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરી જનાર આરોપી રાજસ્થાનમાંથી પકડાયો 1 - image


Jamnagar Crime : જામનગર જિલ્લાના જોડીયા પંથકમાંથી આજથી ત્રણ વર્ષ પહેલા એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું, તે સગીરાને ઉઠાવી જનાર શખ્સને એન્ટી હુમન ટ્રાફિક યુનિટની ટુકડીએ ઊંડાણપૂર્વકની તપાસના આધારે રાજસ્થાનના પાલી જિલ્લામાંથી આરોપીને શોધી કાઢ્યો છે, અને તેની સાથે રહેલી ભોગ બનનાર કે જે હાલ પુખ્ત વયની થઈ ગઈ છે, અને તેણીએ પુત્રને પણ જન્મ આપ્યો છે. જેને સાથે લઈને જામનગર આવ્યા બાદ આરોપીની રિમાન્ડની કાર્યવાહી હાથ ધરીછે.

આ બનાવની વિગત એવી છે કે જોડિયા પોલીસ મથકમાં આજથી ત્રણ વર્ષ પહેલા મધ્યપ્રદેશના વતની એક શ્રમિક પરિવારની 16 વર્ષની પુત્રીનું અપહરણ થઈ ગયું હતું, અને કોઈ અજાણ્યા શખ્સો ઉઠાવી ગયો હોવાની ફરિયાદ જોડિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદના અનુસંધાને જામનગરની એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટના પીઆઇ એ.એ.ખોખર અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી, અને હ્યુમન સોર્સીસના આધારે ચોક્કસ કડી મેળવી લઈ તપાસનો દોર રાજસ્થાન સુધી લંબાવ્યો હતો. જે અન્વયે એ.એ.ખોખર (પોલીસ ઇન્સ્પેકટર એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ, જામનગર) એન્ડ તેઓની ટીમના એ.એસ.આઇ આર.કે.ગઢવી વગેરેએ હ્મુમન સોર્સ તથા ટેકનીકલ એનાલીસીસના આધારે આરોપી રાજસ્થાનના પાલીથી રાજુરામ રાણા રામ રાઠોડ (વર્ષ 37)ને કડિયા કામ મૂળ પાલી જિલ્લો રાજસ્થાનમાંથી ઝડપી લીધી હતી, અને તેને જામનગર લાવ્યા છે.

આ ઉપરાંત તેની સાથે ભોગ બનનાર પણ મળી આવી હતી. જે હાલની માતા બની ગઈ છે અને તેણે એક બાળકને જન્મ આપી દીધો હતો. જે હાલ દોઢ વર્ષનો છે. પોલીસે તે માતા પુત્રને પણ સાથે લાવ્યા હતા, અને જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં તબીબી પરીક્ષણ કરાવવામાં આવી રહ્યું છે. સગીરાના માતા પિતા મધ્યપ્રદેશમાં રહેતા હોવાથી તેઓને વતનમાંથી ગુજરાત પરત બોલાવવામાં આવ્યા છે, ત્યારે આરોપી સામે દુષ્કર્મ અંગેની કલમ તેમજ પોકસો સહિતની કલમો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે જ્યારે તેને રિમાન્ડની માંગણી સાથે અદાલત સમક્ષ રજૂ કરાઈ રહ્યો છે.

Tags :