Get The App

સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની કેદ

Updated: Aug 22nd, 2025

GS TEAM

Google News
Google News
સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની કેદ 1 - image


ગાંધીનગર નજીક આવેલા રાંધેજામાં ત્રણ વર્ષ અગાઉ

રાજસ્થાનના ઉદેપુર ખાતે લઈ જઈને દુષ્કર્મ આચર્યું ઃ ૩૦ હજારનો દંડ

ગાંધીનગર :  ગાંધીનગરના રાંધેજા ખાતે ત્રણ વર્ષ અગાઉ સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને અપહરણ કરીને રાજસ્થાનના ઉદયપુર ખાતે લઈ જઈ બળાત્કાર ગુજારનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા પોક્સોના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા રાંધેજા ચાર રસ્તા પાસે રહેતા અને મૂળ કાંકરેજ તાલુકાના રૃવેલ ગામના આરોપી નરેશ ચેહરજી ઠાકોર દ્વારા આ વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી અને ત્યારબાદ તેણીને લલચાવીને ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે રાજસ્થાનના ઉદયપુર ખાતે લઈ જવામાં આવી હતી જ્યાં તેની સાથે શરીર સંબંધ બાંધી બળાત્કાર કરવામાં આવ્યો હતો. જેથી આ સંદર્ભે પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને જેના આધારે ગાંધીનગરની સ્પે. પોક્સો કોર્ટમાં બીજા એડિશનલ સેશન્સ જજ જે. એન. ઠક્કરની કોર્ટમાં ચાલ્યો હતો.જ્યાં સરકારી વકીલ સુનિલ.એસ.પંડયા દ્વારા ભોગ બનનાર સગીરા અને અન્ય સાહેદોની જુબાની લેવામાં આવી હતી . ત્યારબાદ વકીલે રજૂઆત કરી હતી કે, ભોગ બનનાર દીકરીની ઉંમર નાની હતી અને તેમ છતાં આરોપી દ્વારા ગંભીર પ્રકારનો ગુનો આચરવામાં આવ્યો છે. સમાજમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે. જેના પગલે આરોપીને કાયદામાં દર્શાવવામાં આવેલી સખતમાં સખત સજા કરવામાં આવે. જેના પગલે કોર્ટ દ્વારા આ દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી નરેશ ચેહરજી ઠાકોરને બળાત્કાર અને પોક્સો એક્ટની કલમ હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે અને ૩૦ હજાર રૃપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 

Tags :