Gujarat
સજાથી બચવા માટે 17 મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
By GS TEAM
30 Sep 20251 min read
ચેક રિટર્નના કેસમાં વડોદરા કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદ તથા 3.30 લાખના દંડની સજા કરી હતી
Summarized by AI; it may make mistakes. Check important info
ચેક રિટર્નના કેસમાં વડોદરા કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદ તથા 3.30 લાખના દંડની સજા કરી હતી
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : ચેક રિટર્નના કેસમાં વડોદરા કોર્ટે આરોપી વિકાસ ગોવિંદભાઈ જાદવ (રહે-ગાયત્રીનગર સોસાયટી, હરણી વારસિયા રીંગ રોડ)ને એક વર્ષની સાદી કેદ તથા 3.30 લાખના દંડની સજા કરી હતી. સજાથી બચવા માટે આરોપી નાસ્તો કરતો હતો જેની સામે વોરંટ ઇસ્યુ થયું હોય વારસિયા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. તે દરમિયાન માહિતી મળી હતી તે વિકાસ જાદવ ગાયત્રી નગર સોસાયટીના નાકા પાસે ઉભો છે જેથી પોલીસે ત્યાં જઈને તપાસ કરતા વિકાસ જાદવ મળી આવ્યો હતો. જેથી પોલીસે આરોપીને પકડી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીને સજાની અમલવારી માટે જેલમાં મોકલી આપેલ છે ઉલ્લેખનીય છે કે આરોપી છેલ્લા 17 મહિનાથી નાસ્તો કરતો હતો.









