બોરસદના ધોબીકુઈમાં બે વર્ષ અગાઉ ખૂન કરી ભાગી ગયેલો આરોપી ઝડપાયો
- ગળે ધારિયાનો ઘા કરી વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો હતો
- વડોદરાના વાઘોડિયા તાલુકાના કામરોડ કોટંબી ચોકડીથી પકડી પાડી આરોપી વિરૂદ્ધ કાર્યવાહી શરૂ
બોરસદ તાલુકાના ધોબીકુઈ ગામમાં ઈન્દિરા કોલોનીમાં રહેતો ભીખાભાઈ ઉર્ફે બબલી ઉદેસિંહ સોલંકી (ઉં.વ. ૪૭) અપશબ્દો લોતો હોવાથી ત્યાં જ રહેતા રમેશભાઈ રામાભાઈ સોલંકીએ ગાળો બોલવાની ના પાડતા ભીખો ઉર્ફે બબલીએ ઉશ્કેરાઈને રમેશભાઈ સોલંકીના ગળામાં ધારિયાનો ઘા મારી મૃત્યુને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. આ અંગે તા. ૧૯-૫-૨૦૨૩ના રોજ રમેશભાઈ સોમાભાઈ સોલંકી (પિતરાઈ ભાઈ)એ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે બોરસદ રૂરલ પોલીસે આરોપીનો નંબર મેળવી, સીડીઆર એનાલીસીસ અને ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરી ધોબીકુઈ ગામના ૨૬ મહિના પહેલા બનેલા ખૂનના ફરાર આરોપીને વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના કામરોડ કોટંબી ચોકડીથી ઝડપી પાડી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.