Gujarat

લગ્નનું વચન આપી છેતરનાર આરોપી ઝડપાતા જેલભેગો

By GS TEAM
21 Aug 20251 min read
લગ્નનું વચન આપી છેતરનાર આરોપી ઝડપાતા જેલભેગો

વડોદરા,લગ્નનું વચન આપી યુવતી સાથે છ મહિના સુધી વારંવાર શારીરિક સંબંધ બાંધી તરછોડી દેનાર અને ધાબુ ચલાવતા આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

થોડા સમય અગાઉ એક  યુવતીએ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, આરોપી જતીન રાણાએ મને લગ્નનું વચન આપી વિશ્વાસમાં લઇ વારંવાર  શારીરિક સંબંધો બાંધ્યા હતા.  ત્યારબાદ લગ્નના છ મહિના પહેલા જ જતીને મારી સાથે લગ્ન કરવાની ના પાડી મને તરછોડી દીધી હતી. 

બળાત્કાર અને છેતરપિંડીના આ  ગુનામાં પોલીસે આરોપી જતીન નારાયણભાઇ રાણા (રહે. દ્વારકા નગરી સોસાયટી, વાઘોડિયા રોડ, મૂળ  રહે. કલેડીયા ગામ, તા. સંખેડા, જિ. છોટાઉદેપુર) ની બાપોદ પોલીસે ધરપકડ કરી છે. 

આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, જતીન તેના પિતા સાથે કલેડીયા ગામે ધાબુ ચલાવે છે.