પોલીસ પર હુમલો કરનારો આરોપી જેલહવાલે
- ઉમરાળા પોલીસ મથકના કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી
- મારામારીના કેસમાં પકડવા ગયેલા આરોપીએ હુમલો કર્યો હતો
ભાવનગર : ઉમરાળા પોલીસકર્મીઓ પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડનારા આરોપીને ઉમરાળા પોલીસે ઝડપી લઈ આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલહવાલે કરવા હુકમ કર્યો છે.
મારામારીના બનાવના આરોપીને ઝડપવા ગયેલા ઉમરાળા પોલીસ મથકના કોન્સ્ટેબલ વિજયસિંહ ટેમુભા ગોહિલ અને મહેન્દ્રસિંહ વનરાજસિંહ ગોહિલ તથા ડ્રાઈવર ગીરીરાજસિંહ વનરાજસિંહ ગોહિલ પર આરોપીએ છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડયાના બનાવમાં ઉમરાળા પોલીસ મથકના કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ વનરાજસિંહ ગોહિલે રમતુ ઉર્ફે મુન્નો સાગરભાઈ સરોલા (રહે.ઉમરાળા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. જે બાદ આજે ઉમરાળા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને જિલ્લા જેલહવાલે કરવા હુકમ કર્યો હતો.