ધો.૧૦ ની વિદ્યાર્થિનીને ભગાડી જનાર આરોપી ઝડપાયો
રક્ષાબંધનના દિવસે જ આરોપી સગીરાને લઇને જતો રહ્યો હતો
વડોદરા,ધો.૧૦ માં ભણતી ૧૭ વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
ધો.૧૦ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના પિતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી દીકરી શંભુ ઠક્કર સાથે વાતચીત કરતી હોવાની જાણ થતા અમે બંનેેને ઠપકો આપ્યો હતો. ગત ૯ મી ઓગસ્ટે રક્ષા બંધનનો તહેવાર હોઇ મારી દીકરી તેની બહેનપણીને મહેંદી મૂકવાનું કહીને ઘરેથી નીકળી હતી.પરંતુ,સાંજ સુધી તે પરત આવી નહતી. જેથી, અમે મારી દીકરીની બહેનપણીના ઘરે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મારી દીકરી બહેનપણીના ઘરે ગઇ જ નથી. જેથી, અમને શંભુ ઠક્કર પર શંકા જતા તેના ઘરે તપાસ કરતા તે પણ ઘરે નહતો. મારી દીકરીને શંભુ ભગાડી ગયો છે. પોલીસે ગુનો દાખલ કરી શંભુ ઠક્કર (રહે. રણછોડ નગર, આજવા રોડ) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.