સયલાના ચોરવીરા ગામમાંથી 10 ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ
સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, નવસારી, સુરત,
ભાનવગરના પોલીસ મથકમાં ૧૭ ગુના નોંધાયેલા
સાયલા -
સયલા તાલુકાના ચોરવીરા ગામમાંથી દસ ગુનામાં વોન્ટેડ આરોપીની પોલીસે
ધરપકડ કરી છે. આરોપી સામે સુરેન્દ્રનગર, મોરબી, ભાનવગર, અમદાવાદ, સુરત,
નવસારીના પોલીસ મથકમાં ૧૭ ગુના નોંધાયેલા છે.
સાયલા
તાલુકાના ચોરવીરા ગામના હરેશભાઈ માનસંગભાઈ માથાસુરિયા ઉપર ચોટીલા (જિ.સુરેન્દ્રનગર), વાંકાનેર (જિ.મોરબી),
જેસર (જિ.ભાવનગર), સાણંદ (જિ.અમદાવાદ),
નવસારી, બારડોલી(જિ.સુરત), ચીખલી (જિ.નવસારી), વાંસદા (જિ.નવસારી), કામરેજ (સુરત) સહિત જગ્યા ઉપર પશુ સંરક્ષણ, પ્રોહિબીશન
જેવા કુલ ૧૭ જેટલા નોંધાયેલા છે. જેમાંથી દસ જેટલા ગુનામાં હરેશ માથાસુરિયા વોન્ટેડ
હતો. દરમિયાન હરેશ ચોરવીરા ગામે પોતાના ધરની બહાર ઓટલા ઉપર બેઠો છે તેવી હકીકતના આધારે
સાયલા પોલીસ પહોંચી તેને ઝડપી પાડયો હતો. ઝડપાયેલા આરોપી ઉપર સૌથી વધુ પ્રોહી એક્ટના
કેસ નોંધાયેલા છે.