Gujarat
મોપેડની ડેકીમાંથી રૂ. 2 લાખની ચોરીના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો
By GS TEAM
3 Aug 20251 min read

કપુરાઈ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, જે.પી.રોડ પોલીસ નોંધાયેલ મોપેડની ડેકીમાંથી રૂ. 2 લાખની ચોરીના ગુનામાં વોન્ટેડ ચિરાગ શંકરભાઈ ચૌધરી (રહે- બાવચાવાડ, ભૂતડીઝાંપા) સોમા તળાવ પાસે એક દુકાને ઉભો છે. જેના આધારે પોલીસે ચિરાગ ચૌધરીને ઝડપી પાડ્યો હતો. આરોપીએ એક વર્ષ પહેલા પત્રકાર ચારરસ્તા પાસે રોયલ આર્કેડ સાઈટની ઓફિસ બહાર પાર્ક મોપેડની ડેકીમાંથી રૂ. 2 લાખની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ ગુનામાં અગાઉ ગની ઉર્ફે એરટેલ (રહે- ઇન્દિરાનગર, હાથીખાના) ની ધરપકડ થઈ હતી. આરોપી વિરુદ્ધ અગાઉ શહેરના અલગ અલગ પોલીસ મથકે પાંચ ગુના નોંધાયા છે.









