વડોદરામાં 3.40 કરોડના એમડી ડ્રગ્સના કેસમાં 7 મહિનાથી વોન્ટેડ આરોપી ભરૂચથી ઝડપાયો
વડોદરા જિલ્લાના ભાદરવા પોલીસ મથકે નોંધાયેલ રૂ. 3.40 કરોડ ઉપરાંતના ડ્રગ્સ કેસમાં છેલ્લા સાત મહિનાથી વોન્ટેડ આરોપીને ભરૂચ એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતી.
વડોદરા જિલ્લાના ભાદરવા પોલીસ મથકે નોંધાયેલ એનડીપીએસના ગુનામાં સમીરહુસેન અબ્દુલમુનાફ શેખ (રહે - હાજીપીર કિરમાણી , લાલ બજાર ,ભરૂચ) ફરાર હતો. દરમ્યાન ભરૂચ એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, આરોપી સમીરહુસેન શેખ લાલ બજાર ચોક પાસેની ઈંડાની લારી ખાતે ઉભો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. ફેબ્રુઆરી મહિનામાં સાવલી તાલુકાના મોક્સી ગામની સીમમાં એક ખેતરમાં બનાવેલા શેડમાં ઝડપાયેલી એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીમાંથી પોલીસે રૂ.૩.૩૭ કરોડનું એમડી ડ્રગ્સ સહિત કુલ રૂ.૩.૪૦ કરોડનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી અન્ય ત્રણને ફરાર જાહેર કર્યા હતા.