Gujarat
એ.ટી.એમ.તોડવાની કોશિશ કરી મોડેમ ચોરી જતો આરોપી
By GS TEAM
16 Sep 20251 min read

વડોદરા,સ્ટેટ બેન્કના એ.ટી.એમ.માં ચોરીનો પ્રયાસ કરતા રંગેહાથ ઝડપાયેલા આરોપી સામે વધુ એક એ.ટી.એમ. ચોરીના પ્રયાસનો ગુનો દાખલ થયો છે.
આઇ.સી.આઇ.સી.આઇ. બેન્કના વડોદરામાં આવેલા એ.ટી.એમ. ના મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ ધરાવતી હીતાચી પેમેન્ટ સર્વિસ કંપનીમાં ચેનલ એક્ઝિક્યુટિવ તરીકે સુરેશભાઇ હરિભાઇ રાઠવા નોકરી કરે છે. આજવા રોડ વિનય સોસાયટીની બાજુમાં રામેશ્વરી શોપિંગ સેન્ટરમાં આવેલા આઇ.સી.આઇ.સી.આઇ. બેન્કના એ.ટી.એમ.માં ચોરી થયાનો મેસેજ મળતા તેઓ તપાસ માટે દોડી ગયા હતા. એ.ટી.એમ.નું ફ્રન્ટ લોક તૂટેલી હાલતમાં હતું. તેમજ પાછળની રૃમમાં રાખેલું એ.ટી.એમ.નું મોડમ ગૂમ હતું. દરમિયાન બાપોદ પોલીસે ઝડપી પાડેલા ચોર રાજેન્દ્રભાઇ જ્યંતિભાઇ બારિયા (રહે.રણછોડ નગર, આજવા રોડ) ની સંડોવણી જણાઇ આવતા તેની સામે બીજો ગુનો દાખલ થયો છે.









