Gujarat

જામનગરના હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલો આરોપી પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયા બાદ પોલીસના હાથે ઝડપાયો

By GS TEAM
18 Oct 20251 min read
TukuTouch Logo
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના હત્યા કેસના એક ગુનામાં સંડોવાયેલો આરોપી ઈમ્તિયાઝ કાસમભાઇ કટારીયા ખાટકી કે જેને હત્યા કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, અને તેને રાજકોટની જેલમાં મોકલાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલો આરોપી પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયા બાદ પોલીસના હાથે ઝડપાયો

Jamnagar Police : જામનગરના સીટી . ડિવિઝન પોલીસ સ્ટેશનના હત્યા કેસના એક ગુનામાં સંડોવાયેલો આરોપી ઈમ્તિયાઝ કાસમભાઇ કટારીયા ખાટકી કે જેને હત્યા કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, અને તેને રાજકોટની જેલમાં મોકલાયો હતો.

જ્યાં આરોપીના વચગાળાના પેરોલ મંજુર થયા હતા, અને પેરોલ પર છૂટીને બહાર નીકળ્યા બાદ નિયત તારીખે ફરીથી અદાલત સમક્ષ હાજર થયો હતો, અને નાશતો ફરતો રહ્યો હતો. 


જામનગરની પેરોલ ફર્લોની ટીમ દ્વારા આવા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટેની ઝુંબેશ ચલાવાઈ રહી છે, જે દરમિયાન ઉપરોક્ત આરોપી જામનગરના શાકમાર્કેટ વિસ્તારમાં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી આરોપી ઈમ્તિયાઝ કટારીયાને ઝડપી લીધો હતો, તેને ફરીથી રાજકોટની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.