Get The App

જામનગરમાં દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની જેલ સજાનો હુકમ

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની જેલ સજાનો હુકમ 1 - image

Jamnagar Court : જામનગરમાં એક સગીરાને છરી બતાવીને તેણી સાથે દુષ્કર્મ આચરનાર અને અને ત્યાર પછી પણ ધાક ધમકી આપી/બ્લેક મેલ કરીને તેણીને પોતાની હવસનો શિકાર બનાવનાર આરોપીને અદાલતે 20 વર્ષની સજાનો હુકમ કર્યો છે.

આ કેસની એવી આ કામના ફરિયાદીની ભોગ બનનાર  17 વર્ષની પુત્રીને પડોશમાં જ રહેતા આરોપી વસીમ ઈસ્માઈલભાઈ દરજાદા(ઉં.વ.24, રહે. દિગ્વિજય પ્લોટ,33-પવન ચક્કી જામનગર) એ તારીખ 10/6/2020 ના પાંચેક માસ પહેલા ભોગ બનનારના માતા પિતા રાજકોટ ગયા હતા અને ભોગ બનનાર ઘરે એકલી હતી અને ઉપરના રૂમમાં હતી. ત્યારે આ  આરોપી અગાસીમાંથી ભોગ બનનારાના રૂમમાં આવ્યો હતો. અને છરી બતાવી ધમકી આપી ભોગ બનનારની મરજી વિરુદ્ધ બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું. અને તેનો વિડીયો પણ ઉતારી લીધો અને ઘમકી આપી હતી કે આ વાત કોઈને કહીશ તો તને મારી નાખીશ. જે ડર ના કારણે ભોગ બનનારે આ વાત કોઈને કરી નહીં. બાદ ભોગ બનનાર જ્યારે બહાર જતી ત્યારે તેની પાછળ જઈ હેરાન પરેશાન કરતો. અને ભોગ બનનાર સાથે દુષ્કર્મ કર્યું તે વખતના ફોટા પોતાની પાસે હોય તે ભોગ બનનારે આપી દેવા આજીજી કરી હતી, તો આરોપીએ ભોગ બનનારને હોટલમાં બોલાવતા ભોગ બનનાર હોટલમાં ગયેલ તો ત્યાં પણ સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. અને તેના વિડીયો ઉતારી અને ધમકી આપી ભોગ બનનારને અલગ અલગ ત્રણેક વખત બોલાવી અને તેની મરજી વિરુદ્ધ તેની સાથે અઘટિત કૃત્ય કર્યું હતું. 

બાદ ભોગ બનનારના માતા પિતા રાજકોટથી જામનગર આવેલ ત્યારે ઉપરોક્ત તમામ વાત તેના પિતાને કરતા સગીરાના પિતાએ સીટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ દુષ્કર્મ આચરવા તથા પોક્સોની કલમ મુજબની ફરિયાદ નોંધાવી હતી.

 જે કેસ સ્પેશિયલ પોકસો કોર્ટમાં ન્યાયધીશ આર.પી.મોગેરાની કોર્ટમાં ચાલી જતા જેમાં સરકાર તરફે 20 જેટલા સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ સરકારી વકીલની દલીલ ગ્રાહ્ય રાખી આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 17000 ના દંડનો હુકમ કર્યો છે. તેમજ ભોગ બનનારને વળતર પેટે રૂ.ચાર લાખ ચૂકવવાના પણ આદેશ કર્યો છે.