Get The App

લેપટોપ અને બાઇક સાથે રામોલના રહેવાસી આરોપીની ધરપકડ કરાઇ

Updated: May 26th, 2025

GS TEAM


Google News
Google News
લેપટોપ અને બાઇક સાથે રામોલના રહેવાસી આરોપીની ધરપકડ કરાઇ 1 - image


ઇન્ફોસિટી વિસ્તારની ચોરીનો ભેદ ખુલ્યો

આરોપીએ તેના સાગરિત અમરાઇવાડીના અને પાલનપુરના શખ્સોના નામ આપતાં બન્ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયાં

ગાંધીનગર : ગાંધીનગરના ઇન્ફોસિટી વિસ્તારમાં થયેલી ચોરીનો પોલીસે ભેદ ઉકેલ્યો છે અને ચોરીમાં સંડોવાયેલા અમદાવાદના રામોલ વિસ્તારના શખ્સની ધરપકડ કરીને તેની પાસેથી લેપટોપ અને બાઇક જપ્ત કર્યાં છે. દરમિયાન પૂછપરછ કરતાં આરોપી દ્વારા આ ગુનામાં સંડોવાયેલા તેના સાગરિત એવા અમરાઇવાડીના અને પાલનપુરના શખ્સોના નામ આપતાં બન્ને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરાયાં છે.

અમદાવાદના રામોલ વિસ્તારમાં ઓજો નગરમાં રહેતા ૨૪ વષય મહમંદ તબરેજ ઉર્ફે રાજુ શેખની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી ૩૭,૦૦૦નું લેનોવો લેપટોપ અને ૪૦,૦૦૦ની કિંમતનું બાઇક મળીને ૭૭ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. દરમિયાન પોલીસે જણાવ્યું, કે નેત્રમ પ્રોજેક્ટ હેઠળ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીને પકડવામાં સફળતા મળી હતી. પોલીસ પૂછપરછમાં આરોપીએ અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં રહેતા સમીર ઉર્ફે ટોપી રાજેશભાઇ આહીર અને પાલનપુરના તાજપૂરા ગામના રહેવાસી યોગેશ ગોવર્ધનભાઇ પઢીયાર સાથે મળીને આ ચોરી કર્યાની કબુલાત આપી હતી. ત્યારે પોલીસ દ્વારા આરોપીના ફરાર સાગરીતોને પકડવા તજવીજ શરૃ કર્યાનું એલસીબીના ઇન્સપેક્ટર એચ. પી. પરમારે જણાવ્યુ હતું. દરમિયાન પોલીસની તપાસમાં ખુલ્યુ હતું, કે આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં રામોલ, વાપુર અને ઈસનપુરમાં અગાઉ ૧૨ ગુના નોંધાઇ ચૂક્યા છે.

Tags :