સુરતમાં ગાંજાના પૈસા બાબતે પ્રેમિકાની ગળેટૂંપો દઈ હત્યા કરનારો આરોપી 20 વર્ષે ઝડપાયો
Surat News : ગુજરાતમાં મારામારી, હત્યા સહિતના બનાવની ઘટના સામે આવતી હોય છે, ત્યારે સુરતમાં ગાંજાના પૈસાના હિસાબ બાબતે પ્રેમિકાને ગળેટૂંપો દઈને હત્યા કરનારો આરોપી 20 વર્ષે ઝડપાયો છે. પોલીસે આરોપીને તેલંગાણાના વારંગલ જિલ્લાના નિઝામપલ્લી ગામેથી ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હત્યાનો આરોપી 20 વર્ષે ઝડપાયો
પોલીસના જણાવ્યા મુજબ, વર્ષ 2004-05માં આરોપી વેંગલ રાજપ્પા ઉર્ફે વી.રાજન ઉર્ફે ગટુમુલ્લુ ભૂમૈયા તેની પ્રેમિકા સાથે ગાંજો લઈને સુરત રેલવે સ્ટેશન આવ્યો હતો. એ સમયે બંને ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા, ત્યારે ગાંજાના પૈસાના હિસાબ બાબતે પ્રેમિકા સાથે ઝઘડો થથાં પ્લાસ્ટિકની દોરી વડે પ્રેમિકાને ગળેટુંપો આપીને હત્યા નીપજાવી હતી. સમગ્ર ઘટના મામલે મહિધપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો.
આ પણ વાંચો: સ્ટેટ લેવલ ટેનિસ ખેલાડીની હત્યા, પિતાએ જ દીકરીને મારી ગોળી, Reels બનાવવાથી હતા નારાજ
હત્યાના બનાવને લઈને પોલીસ છેલ્લા 20 વર્ષથી આરોપીને ઝડપી પાડવા માટે તપાસ કરી રહી હતી, ત્યારે આરોપી વેંગલને નિઝામપલ્લી ગામેથી પકડી પાડવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આરોપી વિરુદ્ધમાં વર્ષ 2019માં એનડીપીએસ એક્ટ મુજબ રેગોન્ડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.