૧૪ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ
આરોપી આત્મહત્યા કરી લેવાની ધમકી આપતો હતો

વડોદરા : જો તું મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો હું દવા પીને મરી જઈશ અને ચિઠ્ઠીમાં તારું નામ લખીશ,ધ તેમ જણાવી ૧૪ વર્ષની કિશોરી સાથે વારંવાર દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી. ન્યાયાધીશે આરોપીને રૃ.૫૦ હજારનો દંડ તેમજ વળતર પેટે રૃ.૩ લાખ ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.
કેસની વિગત એવી છે કે, ફૈઝલશા ઉર્ફે સાજીદ સોતકશા દિવાન નામના શખ્સ
સામે ભોગ બનનારી કિશોરીના વાલીએ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી કિશોરી ઘરે એકલી હોય ત્યારે તેની એકલતાનો લાભ લઈ
દુષ્કર્મ આચરતો હતો. કિશોરી વિરોધ કરે તો મરી જવાની અને ચિઠ્ઠીમાં તારું નામ લખી
નાંખીશ તેવી ધમકી આપતો હતો. કિશોરીએ આ વાત તેના એક સંબંધીને કરી હતી અને સંબંધીએ આ
વાત કિશોરીના પરિવારજનોને કરી હતી.
આ બનાવ અંગે વર્ષ ૨૦૨૩માં કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
નોંધાવવામાં આવ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ અદાલતમાં ચાલતા
સરકારી વકીલ પી.સી. પટેલે દલીલો કરી હતી. ન્યાયાધીશે આરોપી સામે પ્રથમદર્શનીય ગુનો
જણાતો હોઈ આરોપી ફૈઝલશાને ને દુષ્કર્મ તેમજ પોક્સો અધિનિયમ હેઠળ કસુરવાર ઠેરવી ૨૦
વર્ષની સજાનો આદેશ કર્યો હતો.

