માસુમ બાળકી સાથે અડપલા કરનારા આરોપીને પાંચ વર્ષની સજા
બાળકીને વળતર પેટે રૃા.૧.૫૦ લાખ ચૂકવવા આદેશ
વડોદરા : શેરીમાં રમી રહેલી બાળકી દુકાન પર ચોકલેટ લેવા જતા તેને બળજબરીથી મકાનમાં લઇ જઇ તેની સાથે શારીરિક અડપલા કરનારા શખ્સને કસુરદાર ઠેરવી ન્યાયાધીશે પાંચ વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૃા.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. ન્યાયાધીશે પિડીત બાળકીને વળતર પેટે રૃા.૧.૫૦ લાખ ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.
બનાવની વિગત એવી છે કે, તા.૨૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ નાની બાળકીઓ
શેરીમાં રમતી હતી તે સમયે બે બાળકી નજીકમાં આવેલી એક દુકાન પર ચોકલેટ લેવા માટે ગઇ
તે સમયે પ્રકાશ ઉર્ફે પિન્ટુ નારાણભાઇ જીનગર નામનો શખ્સે એક બાળકીનો હાથ ખેંચીને
પોતાની સાથે લઇ ગયો હતો અને તેણે મકાનના પહેલા માળે બાળકીને લઇ જઇ તેની સાથે શારીરિક અડપલા કર્યા
હતા અને બાળકીને કીસ કરવાનું કહ્યું હતું.
આરોપી બાળકીને લઇ ગયો હોવાની જાણ થતાં ફરિયાદી તુરંત આપીના ઘરે
ગયા હતા પરંતુ તે પહેલા આરોપી ફરાર થઇ જતાં આ બનાવ અંગે સિટી પોલીસ સ્ટેશનમાં
આરોપી સામે ફરિયાદ આપવામાં આવતા પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો
હતો. આ અંગેનો કેસ ચાલી જતાં ન્યાયાધીશે આરોપી પ્રકાશ જીનગર (રહે.અડાણીયા બ્રિજ)ને
છેડતી તેમજ પોક્સો એક્ટ મુજબ કસુરદાર ઠેરવી પાંચ વર્ષની સજા તેમજ દંડ ફટકારી આરોપી
જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સજાનો આદેશ કર્યો હતો.