જામનગરના પોલીસ સ્ટેશનના ખોટા ડોક્યુમેન્ટ બનાવી રૂ.17 લાખની છેતરપીંડીના ગુન્હાનો દસ વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો
Jamnagar Fraud Case : જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં આજથી 10 વર્ષ પહેલા રૂપિયા 17 લાખ 11 હજારની છેતરપિંડી અંગેનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, તે ગુનાના નાસ્તા ફરતા આરોપીને 10 વર્ષ બાદ સીટી એ. ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.
જામનગર સીટી એ ડીવીઝન. પોલિસ સ્ટેશનના બી.એન.એસ. કલમ 316(2), 318(4), 319(2), 338 વિગેરે મુજબના ગુન્હાનો આરોપી રમેશ કરમુર કે જે મોટી વાવડી ગામના સર્વે નંબર 68 વાળી 21 વીધા ખેતીની જમીનના મુળ માલીકની જાણ વગર સાહેદોના આધાર કાર્ડ, પાનકાર્ડ વગર ખોટા દસ્તાવેજો કરી રૂપીયા 17,11,000ની છેતરપીંડીના ગુનામા છેલ્લા 10 માસથી વોન્ટેડ હતો.
જે આરોપી રમેશભાઈ ચનાભાઈ કરમુર (રહે. પ્રમુખપાર્ક, શીવમ પાર્ટી પ્લોટની બાજુમાં જામનગર) હાલ જામનગરમાં આવ્યો છે, તેવી માહિતીના આધારે સીટીએ ડિવિઝનના એન એ ચાવડા અને તેઓની ટીમે ઝડપી લીધો છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.