Gujarat

કુતરાવાડીમાં ડુપ્લીકેટ દારૂ બનાવતો આરોપી ઝડપાયો

By GS TEAM
27 Jun 20251 min read
TukuTouch Logo
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, કુતરાવાડી ખાતે આવેલા સાંઈ માલા એપાર્ટમેન્ટમાં રહેતો ધવલ કહાર પ્લાસ્ટિકની ઇંગ્લિશ દારૂની સસ્તી તથા બોડકા લાવી દારૂની નામાંકિત કંપનીઓની ખાલી બોટલો લાવી તેમાં દારૂ ભરી નવા સીલ મારી ઊંચા ભાવે વેચાણ કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કુતરાવાડીમાં ડુપ્લીકેટ દારૂ બનાવતો આરોપી ઝડપાયો

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, કુતરાવાડી ખાતે આવેલા સાંઈ માલા એપાર્ટમેન્ટમાં રહેતો ધવલ કહાર પ્લાસ્ટિકની ઇંગ્લિશ દારૂની સસ્તી તથા બોડકા લાવી દારૂની નામાંકિત કંપનીઓની ખાલી બોટલો લાવી તેમાં દારૂ ભરી નવા સીલ મારી ઊંચા ભાવે વેચાણ કરે છે.

જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને રેડ કરતા ધવલ અશોકભાઈ કહાર મળી આવ્યો હતો તેના મકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ ની બોટલો બિયરના ટીન તથા પ્રવાહી ભરેલા પ્લાસ્ટિકની પોટલીઓ મળી આવી હતી. તેમજ બ્રાન્ડેડ કંપનીની ખાલી બોટલો અને ઢાંકણ મળી આવ્યા હતા. પોલીસે તેને પૂછપરછ કરતા જણાવ્યું હતું કે દારૂની બોટલો ભાવેશ કહાર પાસેથી લાવી તેમજ બ્રાન્ડેડ કંપનીની દારૂની બોટલો અને તેના ઢાંકણ ખોડીયાર નગર ખાતે રહેતા ઈશ્વરભાઈ પાસેથી લાવી તેમાં દારૂ ભરી ઊંચા ભાવે વેચતો હતો. પોલીસે ધવલ કહાર તથા ભાવેશ કહાર અને ઈશ્વરભાઈ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.