Gujarat

બે મર્ડર કેસમાં આજીવન કેદ ભોગવતા કેદીનું મોત

By GS TEAM
21 May 20261 min read
બે મર્ડર કેસમાં આજીવન કેદ ભોગવતા કેદીનું મોત

વડોદરા,વડોદરા જેલમાં મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવતા ૭૨ વર્ષના કેદીની તબિયત બગડતા તેઓને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તેમનો જીવ બચી શક્યો નહતો.

દાહોદ જિલ્લાના છાપરી ગામે તળાવ ફળિયામાં  રહેતા ૭૨ વર્ષના જામલાભાઇ હુરસીંગભાઇ મેડાને દાહોદ રૃરલ પોલીસ સ્ટેશનના વર્ષ ૧૯૮૯ ના મર્ડર કેસમાં તે જ વર્ષે આજીવન કેદની સજા થઇ હતી. ત્યારબાદ વર્ષ ૧૯૯૭ માં પણ તેની સામે દાહોદ રૃરલ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયો હતો. જ ેકેસમાં વર્ષ ૧૯૯૯માં તેને આજીવન કેદની સજા થઇ હતી. બંને કેસમાં હાઇકોર્ટમાં તેની  અપીલ ડિસમીસ થઇ  હતી. ગઇકાલે તેઓને છાતીમાં દુખાવો થતા શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. રાત્રે સવા બાર વાગ્યે તેઓનું મોત થયું હતું.