વડોદરા,રેલવે સ્ટેશન પ્લેટફોર્મ -૧ નજીકથી પાંચ વર્ષના બાળકનું અપહરણ થયું હતું. રેલવે પોલીસે સોશ્યલ મીડિયા ગુ્રપની મદદથી બાળકને હાલોલ બસ સ્ટેન્ડ પાસેથી શોધી કાઢી અપહરણકારની ધરપકડ કરી છે.
સમા ખોડીયાર નગરમાં રહેતોઅનિલ કાંતિભાઈ વાસફોડા ડ્રાઇવિંગ કરે છે. બીજી પત્ની પૂનમ અને પાંચ વર્ષના પુત્ર સાથે રહેતા અનિલે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મારે બાજી પત્ની સાથે તકરાર થતા તે ઘર છોડીને જતી રહી હતી. મારી પત્નીને શોધવા માટે હું વડોદરા રેલવે સ્ટેશન ગયો હતો. જ્યાંથી મારા પુત્રનું અપહરણ થયું હતું. રેલવે પોલીસે ગુમ બાળકને શોધવા માટે રલવે સ્ટેશન, એસ.ટી.ડેપો, બગીચાઓ અને અલગ - અલગ વિસ્તારમાં ફિટ થયેલા અંદાજે ૧૫૦ જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરી હતી. તેમજ ગુમ બાળકના ફોટા વાન ચાલકોના ગ્રુપમાં શેર કર્યા હતા. એક વાનચાલકે ફોટો જોઇને પોલીસને માહિતી આપી હતી કે, બાળક હાલમાં હાલોલ બસ સ્ટેન્ડ પાસે છે. જેથી,રાત્રે રેલવે પોલીસ હાલોલ પહોંચી ગઇ હતી. જ્યાંથી બાળક હેમખેમ મળી આવ્યો હતો. જ્યારે બાળકનું અપહરણ કરનાર આરોપી અનિલ નવટરભાઇ બારિયા (રહે. ગામ ઝિંઝરી,તા. ઘોઘંબા,જિ.પંચમહાલ) ને પોલીસે ઝડપી લીધો હતો. આરોપી કડિયા ક ામની મજૂરી કરે છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે, હું રેલવે સ્ટેશન ગયો હતો ત્યારે આ બાળક ત્યાં રમતો હતો. બાળક મારી પાછળ પાછળ આવતા હું તેને મારી સાથે લઇ ગયો હતો. હું બાળકને મારી સાથે રાખવા માગતો હતો.


