Get The App

જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના ઈંગ્લીશ દારૂના કેસમાં સાત મહિનાથી નાસ્તો ફરતો આરોપી પકડાયો

Updated: Jan 11th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના ઈંગ્લીશ દારૂના કેસમાં સાત મહિનાથી નાસ્તો ફરતો આરોપી પકડાયો 1 - image

જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં આજથી સાત મહિના પહેલા ઇંગ્લિશ દારૂ અંગેનો એક કેસ કરવામાં આવ્યો હતો, જે કેસમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 54માં રહેતા સતીશ ઉર્ફે રાધે જેઠાલાલ મંગેને ફરારી જાહેર કર્યો હતો, અને ઉપરોક્ત આરોપી છેલ્લા સાત મહિનાથી નાસ્તો ફરતો રહ્યો હતો.

દરમિયાન ગઈકાલે મોડી રાત્રે એસટી ડેપો રોડ પર ઉપરોક્ત આરોપી ઊભો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે તેને ઝડપી લીધો છે, અને અદાલત સમક્ષ રજૂ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.