Gujarat

વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી કરતો આરોપી ઝડપાયો

By GS TEAM
7 Jul 20251 min read
વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી કરતો આરોપી ઝડપાયો

વડોદરા,વિદેશ મોકલવાના બહાને લોકો પાસેથી પૈસા પડાવી છેતરપિંડી કરતા અને ચાર વર્ષથી ફરાર આરોપીને ડીસીપી ઝોન -૩ ની એલ.સી.બી. ટીમે ઝડપી પાડયો છે.

ચાર વર્ષ અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નિમેશ પટેલ અને અન્ય સામે છેતરપિંડી, વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો હતો. આરોપીઓએ લોકોને વિદેશ મોકલવા, વર્ક પરમિટના બહાને ૭.૫૦ લાખ રૃપિયા  પડાવી લીધા હતા. આ ગુનામાં છેલ્લા ચાર વર્ષથી  નાસતો ફરતો આરોપી નિમેશ ચંદ્રકાંતભાઇ  પટેલ છેલ્લા એક વર્ષથી દિલ્હી ખાતે ભાડાનો ફ્લેટ રાખીને રહેતો હોવાની માહિતી એલ.સી.બી. ઝોન - ૩ ને મળી  હતી. જેથી, ડીસીપી અભિષેક ગુપ્તાની સૂચના મુજબ, પી.એસ.આઇ. એસ.એ.ફુલધારા અને સ્ટાફે દિલ્હી તપાસ કરી નિમેશ પટેલ (રહે. મહાદેવ એપાર્ટમેન્ટ, સાઉથ દિલ્હી, મૂળ  રહે. કરજણ) ને ઝડપી પાડયો હતો.