સગીરા સાથે શારીરિક અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની કેદની સજા

અડાલજમાં બે વર્ષ અગાઉની ઘટના
ગાંધીનગર કોર્ટ દ્વારા પોક્સો કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો ઃ આરોપીને પાંચ હજારનો દંડ ફટકારાયો
આ કેસની વિગતો મુજબ,
આરોપી પ્રિયરાજ ઉર્ફે પિન્ટુ રમેશભાઈ પરમાર, જે આંબેડકર વાસ,
હુડકો, અડાલજ
ગામ, ગાંધીનગરનો
રહેવાસી છે, તેના પર
૨૦ જૂન, ૨૦૨૩ના
રોજ બપોરે ૩.૪૫ વાગ્યે ગુનો આચરવાનો આરોપ હતો. બનાવ બળિયાદેવ મંદિર નજીક, આંબેડકર વાસ, હુડકો અડાલજ ખાતે
બન્યો હતો. એક ૧૬ વર્ષ અને ૬ મહિનાની સગીર વયની છોકરી ટયુશન ક્લાસ જઈ રહી હતી
ત્યારે આરોપીએ રિક્ષામાંથી ઉતરીને તેની પાછળ જઈને પીઠ પર થપ્પડ મારી હતી. આ ઉપરાંત, તેણે ખરાબ ઈરાદે
સ્પર્શ કર્યો હતો, ગંદી ગાળો
બોલી હતી અને ધજો તું આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશધ તેવી ધમકી પણ આપી
હતી.
આ ગંભીર ઘટના બાદ,
ભોગ બનનારની માતાએ તાત્કાલિક ગાંધીનગર અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
હતી. પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી હતી અને પુરાવા એકઠા કર્યા બાદ પોક્સો કોર્ટ
ગાંધીનગરમાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.આ કેસ ગાંધીનગરની સ્પેશિયલ
પોક્સો કોર્ટમાં, બીજા
એડિશનલ સેશન્સ જજ જે. એન. ઠક્કરની કોર્ટમાં ચાલી ગયો હતો. કેસની સુનાવણી દરમિયાન, ફરિયાદ પક્ષે ભોગ
બનનાર અને અન્ય સાક્ષીઓની જુબાનીઓ લીધી હતી. સરકારી વકીલ સુનિલ એસ. પંડયાએ સરકાર
વતી દલીલો રજૂ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આરોપીએ ગંભીર પ્રકારનો
ગુનો કર્યો છે અને તેને સખતમાં સખત સજા તથા દંડ થવો જોઈએ.
વકીલ પંડયાએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આરોપી જાણતો હતો
કે ભોગ બનનાર ૧૬ વર્ષ ૬ મહિનાની સગીર છે,
તેમ છતાં તેણે આ કૃત્ય કર્યું હતું. તેમણે વધુમાં ભાર મૂક્યો હતો કે સમાજમાં
આવા ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે અને આવા ગુનેગારોને કડક સજા કરવામાં આવે તો તે
નવા ગુના આચરતા લોકોને અટકાવશે અને સમાજમાં એક દાખલો બેસાડશે. સરકાર તરફે રજૂ
કરવામાં આવેલી ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને, કોર્ટે આરોપી પ્રિયરાજ ઉર્ફે પિન્ટુ રમેશભાઈ પરમારને
આઈ.પી.સી. કલમ- ૩૫૪(એ)(૧),
૫૦૪, ૫૦૬(૨)
તથા પોક્સો એક્ટ કલમ- ૧૨ હેઠળના ગુના માટે દોષિત ઠેરવ્યો હતો અને ત્રણ વર્ષની
સજાનો આદેશ કર્યો હતો.








