Gujarat

જામનગરમાં દારૂ તેમજ મારામારીના 14 જેટલા ગુનામાં સંડોવાયેલો નામચીન શખ્સ પાસાના પિંજરે પુરાયો

By GS TEAM
23 Aug 20251 min read
TukuTouch Logo
જામનગરના એક નામચીન બુટલેગર કે જેની સામે દારૂના 11 તથા મારામારીના ત્રણ સહિત 14 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જેની સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે, અને તેને સુરતની લાજપોર જેલમાં મોકલી દેવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં દારૂ તેમજ મારામારીના 14 જેટલા ગુનામાં સંડોવાયેલો નામચીન શખ્સ પાસાના પિંજરે પુરાયો

Jamnagar Police : જામનગરના એક નામચીન બુટલેગર કે જેની સામે દારૂના 11 તથા મારામારીના ત્રણ સહિત 14 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જેની સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે, અને તેને સુરતની લાજપોર જેલમાં મોકલી દેવાયો છે.

જામનગરમાં રણજીતસાગર રોડ પર પ્રણામી નગરમાં રહેતા મહાવીર સિંહ ઉર્ફે માવલો દેવાજી જાડેજા નામના બુટલેગર સામે દારૂની પ્રવૃત્તિ અંગેના 11 જેટલા ગુનાઓ નોંધાયા છે, ઉપરાંત શરીર સંબંધી અન્ય ત્રણ ગુના નોંધાયેલા છે.

આવા કુલ 14 ગુનામાં સંડોવાયેલા મહાવીર સિંહ જાડેજા સામે એલસીબીની ટીમ દ્વારા પાષાની દરખાસ્ત તૈયાર કરીને એસ.પી. મારફતે જિલ્લા કલેક્ટર સમક્ષ મુકવામાં આવી હતી, જેને મંજૂરીની મહોર મારવામાં આવી છે.

આથી એલસીબીની ટીમ દ્વારા મહાવીરસિંહ જાડેજા ઉર્ફે માવલાની પાસા હેઠળ અટકાયત કરી લઇ તેને સુરતની લાજપોર જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.