Get The App

ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની પાસા હેઠળ ધરપકડ

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની પાસા હેઠળ ધરપકડ 1 - image


સેક્ટર-૭ અને ઇન્ફોસિટી પોલીસની હદમાં     

સેક્ટર-૧૩ના છાપરામાં રહેતા મુળ કડી તાલુકાના ભટાસણ ગામના આરોપીને કચ્છની પાલારા ખાસ જેલ હવાલે કરાયો

ગાંધીનગર :  ગાંધીનગરના શહેરી વિસ્તારમાં ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા મુળ મહેસાણાના કડી તાલુકાના ભટાસણ ગામના વતની અને હાલ ગાંધીનગરમાં સેક્ટર-૧૩ના છાપરામાં રહેતા શખ્સની પાસા ધારા હેઠળ અટકાયત કરવા માટે પોલીસ દ્વારા કરવામાં આવેલી દરખાસ્તને મંજુર કરીને કલેક્ટર દ્વારા વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યુ હતું. વોરંટ મળ્યાના કલાકોમાં જ પોલીસે તેની બજવણી કરીને આરોપીને કચ્છની પાલારા ખાસ જેલમાં મોકલી આપ્યો હતો.

લોકલ ક્રાઇમ બ્રાન્ચ ૧નના ઇન્સપેક્ટરે જણાવ્યા પ્રમાણે સેક્ટર-૧૩ના છાપરામાં રહેતા શેખર ઉર્ફે શાહરૃખ ખોડાભાઇ દંતાણી સામે ચોરીના ગુના નોંધવામાં આવેલા હતાં. થોડા સમય પહેલા રોડ બનાવવના ઉપયોગમાં લેવામાં આવતા પેવર મશીનને ચાલુ કરવા માટેના જનરેટરના કેબલ વાયર કાપીને ચેની ચોરી કરવાના ગુનામાં અને રીક્ષાના સ્પેર પાર્ટ્સની ચોરી કરવાના ગુના પણ તેની સામે નોંધવામાં આવ્યા હતાં. ગાંધીનગરના શહેરી વિસ્તારમાં આ પ્રકારની તસ્કરીનાબનાવો પર કાબુ મેળવવા માટે આરોપીને પાસા ધારા અંતર્ગત અટકાયતમાં લેવા માટે આખરે પોલી દ્વારા કલેક્ટરને દરખાસ્ત કરવામાં આવી હતી. જેને મંજુર રાખીને વોરંટ ઇશ્યુ કરવામાં આવતા પોલીસ દ્વારા તેની બજવણી કરવામાં આવી હતી. અટકાયતમાં લેવામાં આવેલા આરોપીને કચ્છમાં ભુજ ખાતે આવેલી પાલાર ખાસ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. 

Tags :