Gujarat

મકરપુરા ગામમાં વિદેશી દારૃનો ધંધો કરતો આરોપી ઝડપાયો

By GS TEAM
7 Jul 20251 min read
મકરપુરા ગામમાં વિદેશી દારૃનો ધંધો કરતો આરોપી ઝડપાયો

વડોદરા,૧૦ દિવસ પહેલા જ પાસામાંથી છૂટીને આવી ફરીથી દારૃનો ધંધો શરૃ કરનાર આરોપીને મકરપુરા  પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે આરોપી પાસેથી દારૃની ૩૭ બોટલ કબજે કરી છે.

મકરપુરા પોલીસને માહિતી મળી હતી કે, મકરપુરા ગામ બ્રાહ્મણ ફળિયામાં રહેતો નરેશ ઉર્ફે ઘેટી પોતાના ઘરમાં વિદેશી દારૃ સંતાડી રાખી વેચાણ કરે છે. જેથી, પી.આઇ. વી.એસ. પટેલની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા નરેશ ઉર્ફે ઘેટી રમેશભાઇ રાવળ મળી આવ્યો હતો.  પોલીસે તેના ઘરેથી દારૃની ૩૭ બોટલ કબજે કરી છે. ઉલ્લેખનીય છે કે, નરેશ ઉર્ફે ઘેટી ૧૦ દિવસ પહેલા જ પાસામાંથી છૂટીને બહાર આવ્યો છે અને તેેણે ફરીથી ધંધો શરૃ કરી દીધો હતો. નરેશ સામે મકરપુરા, કવાંટ અને કપુરાઇ પોલીસ સ્ટેશનમાં મળી છેલ્લા પાંચ વર્ષમાં ૧૦ ગુના દાખલ થયા છે.