Gujarat

કલાલીમાં વિદેશી દારૃનો ધંધો કરતો આરોપી ઝડપાયો

By GS TEAM
5 Jul 20251 min read
કલાલીમાં વિદેશી દારૃનો ધંધો કરતો આરોપી ઝડપાયો

વડોદરા,કલાલી ગુલાબી વુડાના મકાનમાં વિદેશી દારૃનો ધંધો કરતા આરોપીને પીસીબીએ ઝડપી પાડયો છે.  પોલીસે દારૃની ૭૧ બોટલ કબજે કરી છે.

પીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે,કલાલી ગુલાબી વુડાના મકાનમાં રહેતો પૃથ્વીરાજ ઉર્ફે બિહારી ખંડેર જેવા મકાનમાં દારૃનો જથ્થો રાખી વેચાણ કરે છે. જેથી,પી.આઇ. સી.બી. ટંડેલની સૂચના મુજબ, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા પૃથ્વીરાજ ઉર્ફે બિહારી ઉમેશપ્રસાદ કેશરી મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી દારૃની ૭૧ બોટલ કિંમત રૃપિયા ૧૬,૩૫૦ ની કબજે કરી છે. પોલીસે પૂછપરછ કરતા પૃથ્વીરાજે જણાવ્યું હતું કે, દારૃનો જથ્થો રાહુલ રાઠવા બે દિવસ પહેલા જ આપી ગયો હતો. બંધ મકાનમાં દારૃનો જથ્થો સંતાડી હું વેચાણ કરૃં છું.