જામનગર જિલ્લાના પડાણા નજીકથી ડ્રગ્સ કેસમાં સંડોવાયેલો આરોપી ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગર જીલ્લાના મેઘપર પોલીસે થોડા સમય પહેલાં ડ્રગ્સના જથ્થા સાથે કેટલાક આરોપીઓને પકડી પાડ્યા પછી પંજાબના એક શખ્સની સંડોવણી પણ ખૂલી હતી. નાસતા ફરતા આ શખ્સને ગઈકાલે મેઘપર પોલીસે પડાણાના પાટીયા પાસેથી પકડી પાડ્યો હતો.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મેઘપર પાસેથી થોડા સમય પહેલાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. પકડાયેલા આરોપીઓએ પોતાના સાગરિત પંજાબના ગુરૂજીતસિંઘ લખબીરસિંઘ ખેરા ઉર્ફે ગોરાનું નામ આપ્યું હતું. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી અને ગુરૂજીતસિંઘની શોધખોળ શરૂ કરી હતી.
દરમિયાન ઉપરોક્ત આરોપી પડાણા પાટીયા પાસે આવ્યો હોવાની બાતમી મળતા પોલીસની ટીમ દોડી ગઈ હતી. ત્યાંથી ગુરૂજીતસિંઘ ઉર્ફે ગોરાની ધરપકડ કરવામાં આવી હતી.









