વડોદરામાંથી સાયબર ક્રાઇમના બે ગુનામાં સંડોવાયેલા આરોપી બુરખો પહેરી વેશ પલ્ટો કરી ઘરે આવતા ઝડપી લેવાયો
Vadodara Police : વડોદરામાં અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલ અને નાસતા ફરતા તેમજ પેરોલ-ફર્લો તથા વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવાની સુચનાના આધારે પીસીબી પોલીસના સ્ટાફે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગુનામાં પકડવાના બાકી આરોપી મોનીશ ખલીલ પીરઝાદા (રહે. સાફીયા બિલ્ડીંગ, સોદાગર જીમખાનાની ગલી સામે, નવાબવાડા) હાલમાં તેના ઘરે આવેલ છે. જે જગ્યાએ તપાસ કરતા આરોપી મોનીશ પીરઝાદા ઝડપાઈ ગયો હતો. આરોપી પોતાના ઘરે કાળા કલરનો બુરખો પહેરી વેશ પલ્ટો કરી ઘરે આવતા આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.