આર્મ્સ એક્ટના ગુનામાં સામેલ આરોપી ઝડપાયો
પોલીસે સતત ત્રણ દિવસ સુધી વેશ પલટો કરી વોચ ગોઠવી હતી
વડોદરા,આર્મ્સ એક્ટના ગુનામાં સંડોવાયેલો અને એક વર્ષથી નાસતા ફરતા આરોપીને સાવલી પોલીસે ઝડપી પાડયો છે.
૧ લી માર્ચ ૨૦૨૪ ના રોજ ચાંપાનેર ફાટક પાસે વાહન ચેકિંગ દરમિયાન કારમાં બેઠેલા (૧) બીજુભાઇ ભંવર તથા (૨) ચમસિંહ બીજુભાઇ ભંવર ( બંને રહે. મોરીપુરા,તા.ગંધવાની, જિ. ધાર, મધ્ય પ્રદેશ) તમંચો અને ૩ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. તમંચો પ્રધાનસિંહ અર્જુનસિંહ બરનાલા (રહે. બિલાટ કોલોની, બારીયા ગંધવાણી, જિ. ધાર, મધ્યપ્રદેશ) પાસેથી લાવ્યા હોવાનું બહાર આવતા પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. દરમિયાન પોલીસની ટીમે મધ્ય પ્રદેશ જઇ વેશ પલટો કરી ત્રણ દિવસ સુધી સતત વોચ રાખી આરોપીને ઝડપી પાડયો છે.