Gujarat

૮૮ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની પાસામાં અટકાયત

By GS TEAM
5 Dec 20251 min read
૮૮ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની પાસામાં અટકાયત

વડોદરા,ચોરીના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી રાજ્યની અલગ - અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

ચોરીના વાહન ખરીદવાના ગુનામાં સંડોવાયેલા આરોપી દિલીપસિંહ ઉર્ફે દાઢી રાજહંસભાઇ ગુર્જર (રહે. ગામ બ્રમાબાદ, તા.ગંગાપુર,જિ. સવાયમાઘોપર, રાજસ્થાન) ની પાસામાં અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. વાહન ચોરીના ગુનામાં  સંડોવાયેલા રતનસિંગ બત્તુસિંગ મીણા (રહે. શિવનગર, જયપુર, રાજસ્થાન)ને પાસા હેઠળ રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. તેની સામે કુલ ૮૮ ગુનાઓ નોંધાયા છે. વાહન ચોરીના જ  ગુનામાં પકડાયેલા આરોપી સુખદેવસિંગ સજ્જુસિંગ સોહેલ (રહે. ભાઇલાલ પાર્ક, તરસાલી રિંગરોડ, મૂળ રહે. પંજાબ)ને  પાસા  હેઠળ ભાવનગર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. એ.ટી.એમ.માં ચોરીની કોશિશ કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપી રાજેન્દ્ર જ્યંતીભાઇ બારિયા (રહે. રણછોડ નગર, રામદેવ નગર -૧, સરદાર એસ્ટેટ પાછળ, મૂળ  રહે. પંચમહાલ)ની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.