Get The App

સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપીને 20 વર્ષની કેદ

Updated: Dec 7th, 2025

GS TEAM

Google News
Google News
સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપીને 20 વર્ષની કેદ 1 - image

ધોળકા પોક્સો કોર્ટનો ચુકાદો

ધોલેરાના ગોગલા ગામનો યુવક સગીરાને ભગાડી દુષ્કર્મ ગુજાર્યું હતું ઃ કોર્ટે ૪૦ હજારનો દંડ પણ ફટકાયા

બગોદરાધોલેરા તાલુકાના ગોગલા ગામના યુવકને સગીરાનું અપહરણ અને બળાત્કાર ગુજારવાના ગુનામાં પોક્સો કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા અનેે રૃ. ૧૪,૦૦૦નો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટના ચુકાદા બાદ આરોપીને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં  મોકલી દેવાયો છે.

ધોલેરા તાલુકાના ગોગલા ગામના રહેવાસી સંજયભાઈ રણજીતભાઈ આંબલીયા (ઉં.વ. ૨૬)એ સગીરા (૧૭ વર્ષ છ મહિના)ને લગ્નની લાલચ આપીને અપહરણ કરી જુનાગઢ અને બગદાણા (જિ. ભાવનગર)માં તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા.

કેરાળા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના સ્ટાફે કાર્યવાહી કરી ભોગ બનનાર અને આરોપીને બગદાણા ખાતેથી ઝડપી પાડયા હતા અને તપાસ અધિકારીએ પુરાવા એકઠા કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જે કેસ તાજેતરમાં ચાલી જતાં વકીલની દલીલો અને નક્કર પુરાવાના આધારે ધોળકા પોસ્કો કોર્ટે સગીરાનું અપહરણ અને બળાત્કાર કરવા બદલ પોક્સો એક્ટ હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આરોપીને રૃ. ૧૪,૦૦૦નો દંડ પણ ફટકાર્યો છે.