Gujarat
નવરાત્રી દરમિયાન સગીરાનો પીછો કરી છેડછાડ કરી બળાત્કાર ગુજારનાર પકડાયો
By GS TEAM
15 Sep 20251 min read

વડોદરાઃ નવરાત્રી દરમિયાન સગીરાનો પીછો કરી બળાત્કાર ગુજારનારને ગોરવા પોલીસે ઝડપી પાડયો છે.
૧૪ વર્ષની સગીરાએ કરણસિંહ નામનો યુવક વર્ષ-૨૦૨૩ની નવરાત્રી દરમિયાન તેનો પીછો કરી પજવણી કર્યા બાદ છેડછાડ કરી હોવાની તેમજ ત્યારબાદ વર્ષ-૨૦૨૪માં પણ આવી જ રીતે હેરાન કરીને જુદીજુદી જગ્યાએ જબરદસ્તી શારીરિક સબંધ બાંધ્યા હોવાની પરિવારજનો સમક્ષ કેફિયત વર્ણવતાં ગોરવાના પોઇ કિરિટ લાઠિયાએ દોઢ મહિના પહેલાં ફરિયાદ નોંધી હતી.
પોલીસે આ ગુનામાં ફરાર આરોપી કરણસિંહ નરેન્દ્રસિંહ સોલંકી(ઓધવપુરા ગામ,વહાણવટી માતાના મંદિર પાસે,ગોરવા) ની ધરપકડ કરી છે.








