Gujarat

૧૮ મહિના માટે તડીપાર કરવા છતાંય શહેરમાં આવતો આરોપી ઝડપાયો

By GS TEAM
9 Oct 20251 min read
૧૮ મહિના માટે તડીપાર કરવા છતાંય શહેરમાં આવતો આરોપી ઝડપાયો

,માંજલપુરના માથાભારે શખ્સને ૧૮ મહિના માટે તડીપાર કરવામાં આવ્યો હોવાછતાંય તે વડોદરામાં આવતા પોલીસે તેને ઝડપી પાડયો છે.

માંજલપુર કોતર તલાવડી લક્ષ્મીનગરમાં રહેતા માથાભારે રાજ ગણેશભાઇ વારકે, ઉં.વ.૨૮ ની સામે વારંવાર ગુનાઓ નોંધાતા પોલીસ દ્વારા તેને ૧૮ મહિના માટે શહેર તથા જિલ્લામાંથી તા. ૨૮ -૦૬ - ૨૦૨૫ ના  રોજ તડીપાર  કરવામાં આવ્યો હતો. તેમછતાંય તે શહેરમાં આવતા માંજલપુર પોલીસને જાણ થઇ હતી. માંજલપુર પોલીસે તેની સામે તડીપાર ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ખેડા જિલ્લાના સેવાલીયા પોલીસ  સ્ટેશનમાં દાખલ થયેલા પ્રોહિબિશનના ગુનામાં રાજ વારકે છ મહિનાથી વોન્ટેડ હતો.