Get The App

વડોદરામાં ઓનલાઇન આઇડી મારફતે આઈપીએલની મેચ પર સટ્ટો રમાડતો આરોપી ઝડપાયો

Updated: Apr 14th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરામાં ઓનલાઇન આઇડી મારફતે આઈપીએલની મેચ પર સટ્ટો રમાડતો આરોપી ઝડપાયો 1 - image


Vadodara Crime : વડોદરા શહેરના સીટી વિસ્તારમાં વિજય વલ્લભ નાકા પાસે હાલમાં ચાલી રહેલી આઈપીએલની લખનવ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન ની મેચ પર સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો હતો. જ્યારે આઈડી આપનાર શખ્સ નહીં મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે. આરોપી પાસેથી મોબાઇલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

હાલમાં આઇપીએલની ક્રિકેટ મેચ ચાલી રહી છે ત્યારે આ વિવિધ મેચો ઉપર લાખોનો સટ્ટો રમાઈ રહ્યો છે. જેના પર પોલીસ સતત વોચ રાખી રહી છે. દરમિયાન સીટી પોલીસની ટીમ 13 એપ્રિલના રોજ વિસ્તારમા પેટ્રોલિંગમાં હતી. દરમીયાન માંડવી પાસે આવતા પોલીસને બાતમી મળી હતી કે વિજય વલ્લભનાકા ભેસવાડા પાસે એક ઇસમ હાલમાં ચાલી રહેલ IPL T-20 ક્રિકેટ મેચ લખનવ સુપર જાયન્ટ્સ VS ગુજરાત ટાઇટનની ક્રિકેટ મેચ પર સટ્ટો મોબાઈલમા ઓનલાઇન રમી રમાડે છે. જેથી પોલીસે બાતમી મુજબના સ્થળ પર જઈને રેઇડ કરતા એક ઈસમ મોબાઈલ સાથે ઝડપાઈ ગયો હતો. તેની પોલીસ દ્વારા પૂછપરછ કરતા તેણે પોતાનું નામ મોહમદ ઈન્દ્રીશ મોહમદ મુનાફ આરેસીનવાલા (રહે. બી-ટાવર અહેમદ પાર્ક રામપાક, આજવારોડ, વડોદરા) હોવાનુ જણાવ્યું હતું. તેની પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનમાં તપાસ કરતા સટ્ટો રમવા માટે આઈડી ખરીદી હોવાનું જાણવા મળ્યું હતું. તેની આઇડી કેવી રીતે મેળવેલ છે, તે બાબતે પુછતા અનવેસ મેમણ પાસેથી આઈડી ખરીદી હોવાનું જણાવ્યું હતું. આ આઇડી દ્વારા ક્રિકેટ સટો રમી રમાડી કમિશન મેળવતો હતો. જેથી સીટી પોલીસે સટોળિયાની ધરપકડ કરીને તેની પાસેથી રૂ.13 હજારનો મોબાઈલ કબજે કર્યો હતો. જ્યારે આઈડી આપનાર અવનેશ મેમણને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Tags :