જામનગર પંથકની સગીરાનું અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચરવાના કેસનો આરોપી ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર પંથકની સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં સગીરા તથા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી આરોપીની ધરપકડ કરી આરોપી વિરૂધ્ધ દુષ્કર્મ તથા પોક્સો એક્ટ હેઠળ સિક્કા પોલીસે ગુનો નોંધ્યો છે.
જામનગર તાલુકા ના સિક્કા પોલીસ સ્ટેશન માં ગઈકાલે તા.29/06/2025ના રોજ ગુન્હો જાહેર થયેલ હતો. જેની વિગત એવી છે કે, ફરીયાદીની સગીર વય ની દીકરી ઉ.વ. 17 વર્ષ, 10 માસ, ને આરોપીએ બદકામ કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જવા બાબતે સિક્કા પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપી તથા ભોગબનનારને શોધી કાઢવા ઉપરી અધિકારીઓ દ્વારા સુચનાઓ આપવામાં આવી હતી.
દરમયના ગઈકાલે મોડી સાંજે સિક્કા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. જે.જે.ચાવડા તથા પો.ઈન્સ. પી.ટી જયસ્વાલની સુચનાથી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મળેલ ચોકકસ બાતમી તેમજ હ્યુનમસોર્સ અને ટેકનીકલસોર્સ થી ચોક્કસ બાતમીના આધારે આરોપી ભવદિપ હમીરભાઈ ચંદ્રાવડીયા (રહે.હાલ મુંગણી ગામ વાડી વિસ્તાર તા.જી જામનગર મુળ રહે.કડબાલ -જામજોધપુર)ની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની હકીકત જણાતા પોલીસે દુષ્કર્મ તથા પોક્સો એક્ટની કલમનો ઉમેરો કરી આરોપી ભવદિપ હમીરભાઈ ચંદ્રાવડીયાની પૂછપરછ હાથ ધરી છે.








