Gujarat
તરસાલીના ફાર્મ હાઉસ બહાર કારમાંથી 3000 ડોલર અને 6 બેગો ચોરનાર રીઢો આરોપી પકડાયો
By GS TEAM
5 Mar 20261 min read

વડોદરાઃ તરસાલી વિસ્તારના એક ફાર્મની બહાર કારમાંથી કિંમતી ચીજોની ચોરી કરવાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે રીઢા આરોપીને ઝડપી પાડયો છે.
તરસાલી બાયપાસ પાસેના ફાર્મની બહાર પાર્ક કરેલી કારનો કાચ તોડી છ બેગ,સોનાની ચેન,૩હજાર ડોલર સહિતની ચીજોની ચોરીનો બનાવ બનતાં કપૂરાઇ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો.
આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે રીઢા ગુનેગાર મો.યાકુબ ઉર્ફે સલિમ ઉર્ફે કાજબ અહેમદહુસેન શેખ(અલ હાતિમ એપાર્ટમેન્ટ, કિસ્મતચોકડી,તાંદલજા મૂળ નાલબંધ વાડા)ને ઝડપી પાડયો છે.રીઢા ગુનેગારની અગાઉ પણ ૧૫ જેટલા ગુનામાં સંડોવણી હતી.









