ગોત્રીમાં સગીરાનું અપહરણ કરનાર યુવક બે વર્ષે સગીરા સાથે દિલ્હીથી પકડાયો
વડોદરાઃ ગોત્રીમાં બે વર્ષ પહેલાં અપહ્યુત થયેલી સગીરાને અપહરણ કરનાર યુવક સાથે દિલ્હીથી શોધી કાઢી યુવકની ધરપકડ કરવામાં આવી છે.
ગોત્રી વિસ્તારમાં રહેતી સગીરાનું બે વર્ષ પહેલાં અપહરણ થતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.જેની તપાસ દરમિયાન બંનેનો પત્તો લાગતો નહતો.
એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઇ આર એન પટેલને બંને જણા દિલ્હીમાં રહીને નોકરી કરતા હોવાની વિગતો મળતાં તેમણે ટીમ મોકલીને સગીરાને શોધી કાઢી હતી.જ્યારે,ધર્મેન્દ્રકુમાર ઉર્ફે ધિરેન શ્યામલાલ જાટવ(વિશાવલી,અલીગઢ,યુપી) ની ધરપકડ કરી ગોત્રી પોલીસને સોંપવામાં આવ્યો છે.