જામનગરના એક વેપારીને મની લોન્ડરીંગ તેમજ ઇ.ડી.ના કેસમા ફસાવવાની ધમકી આપી નાણાં પડાવવાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

જામનગરમાં એક વેપારીને તેના બેન્ક ખાતામાં થયેલ મોટી રકમની લેવડ દેવડ અંગે માહિતી મેળવીને તેમજ ઈડીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને નાણાં પડાવવાનો પ્રયાસ કરવાના કેસમાં જામનગર સાયબર ક્રાઇમ પોલીસે જામનગરના જ એક આરોપીને ઝડપી પાડ્યો છે.
સાયબર ક્રાઇમને લગત ઓનલાઈન આર્થિક ઠગાઈને લગત વધતા ગુન્હાઓ આચરતા આરોપીઓને પકડી પાડવા અને તેઓ વિરુધ્ધ ગુન્હાની તલસ્પર્શી તપાસ થાય અને આરોપીઓને કાયદાની જોગવાઈ મુજબ મહત્તમ સજા થાય તે હેતુથી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આઇ એ. ઘાસુરા દ્વારા જરૂરી સૂચના આપવામાં આવી હતી . હાલના સંજોગોમાં ઓનલાઈન આર્થિક ઠગાઈને લગત સાયબર ક્રાઇમના બનાવો વધવા પામેલ છે. જે સંદર્ભમાં તપાસ ચલાવવામાં આવતી હતી જે દરમિયાન જામનગરના એવા પાર્ક વિસ્તારના રહેતા અને આંગડિયા પેઢીનો સંચાલન કરતા ચેતનભાઇ કરસનભાઈ કપુરીયા નામના વેપારી કે જેઓનો મહારાષ્ટ્ર બેંકમાં ખાતું છે અને તે ખાતામાં એક કરોડ 44 લાખ જેવી મતદાર રકમ થયેલી છે ઉપરોક્ત થતામાં ઓનલાઈન ટ્રાન્જેક્શન મારફતે રોડની રકમ જીએનકેન પ્રકારે ટ્રાન્સફર કરાવી જામનગરના જે દર્શિત કિશોરભાઈ કાગળ દ્વારા બેંક ખાતુ સિદ્ધ કરાવ્યો હતો ત્યારબાદ તેણે જુદા જુદા મોબાઈલ નંબર મારફતે whatsapp કોલિંગના માધ્યમથી ચેતનભાઈ કપુરીયા નો સંપર્ક સાથે હતો અને તેઓનો બેંક ખાતુ રિલીઝ કરાવવા માટે અલગ અલગ આપ્યા હતા પરંતુ વેપારીને આ બાબતે શંકા જતા તેણે ના પાડવાથી દર્શિત કાગળ દડા દ્વારા સીબીઆઇ ના નામથી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું જેથી કરીને પોલીસ મથકમાં લઈ જવાયો હતો અને ચેતનભાઇ કપુરીયાએ સમગ્ર મામલે પોલીસ તેમને જાણ કરી હતી.
પોલીસ તપાસ દરમિયાન આ કામેના આરોપી દર્શિત કપુરીયાએ એ તેના મળતીયાઓ સાથે મળી ફરીયાદીનું 'પ્રગતિ એન્ટરપ્રાઇઝ નામની પેઢીનુ એક્સીસ બેન્ક એકાઉન્ટ જે મહારાષ્ટ્ર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા એન.સી.સી.આર.પી. અરજીના કામે ફ્રીઝ થયેલ હોય. અને તે એકાઉન્ટમા ફરીયાદીના ધંધીકિય લેવડ દેવડના આશરે રૂપિયા 1,44,00,000 જમા હોય તે બાબતેની વિગતો મેળવી ફરીયાદીને મો.નં. 4475988111109 વાળા વર્ચ્યુઅલ નંબર પરથી ફોન કરી પોતાનુ નામ દર્શીત કિશોરભાઇ કાગદડા (રહે. જામનગર) જણાવી ફરીયાદીનું "પ્રગતિ એન્ટરપ્રાઇઝ' નામની પેઢીનું એકાઉન્ટ અનફ્રીઝ કરાવવાની લાલચ આપી અલગ અલગ વ્યક્તિઓ સાથેના સંબંધની ખોટી ઓળખો આપી અવાર નવાર વ્હોટએપમા વાત કરી ફરીયાદી સાથે ઠગાઇ કરાવાનો પ્રયત્ન કર્યો હતો.
પરંતુ ફરીયાદી આરોપીની વાતમાં ન આવતાં આરોપી એ ફરીયાદી પાસે થી નાણા પડાવવા તેઓને મની લોન્ડરીંગ તેમજ ઇ.ડી. ના કેસમા ફસાવી દેવાની ધમકી આપી બળજબરી પુર્વક નાણા પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાબત સાયબર ક્રાઇમ પો.સ્ટે માં ફરિયાદ નોંધાવાઈ હતી.
જામનગરની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા આ ગુના અંગે ટેકનિકલ એનાલિસીસ કરી, તેમજ હ્યુમન સોર્સિસથી માહિતી એકત્રિત કરી જામનગર માંથી આરોપી દર્શિત કિશોરભાઈ કાગદડાને ઝડપી લીધો હતો.
આવા છેતરપિંડી ના બનાવો થી બચવા માટે અજાણ્યા નંબર પર થી મળતી કોલ અથવા મેસેજ પર ક્યારેય વ્યક્તિગત માહિતી કે બેન્ક ડીટેલ્સ શેર ન કરવી , કોઈપણ વ્યક્તિ જો એકાઉન્ટ અનફ્રીઝ કરાવવાની, ઇન્વેસ્ટમેન્ટની અથવા ગિફ્ટની ઓફર આપે તો સાવચેત રહો. સાયબર ઠગાઇ નો શંકાસ્પદ કિસ્સો જણાય તો તરત જ સાયબર હેલ્પલાઇન 1930નો સંપર્ક કરવા પોલીસે અનુરોધ કર્યો છે.

